Friday, May 8, 2026
HomeGujaratમોરબી:વિધવા અને વિકલાંગોને પેન્શન ન મળતા ઉગ્ર રોષ :૧૫ દિવસમાં રકમ નહીં...

મોરબી:વિધવા અને વિકલાંગોને પેન્શન ન મળતા ઉગ્ર રોષ :૧૫ દિવસમાં રકમ નહીં ચૂકવાય તો આંદોલનની ચીમકી

મોરબી જિલ્લામાં વિધવા, વિકલાંગ અને નિરાધાર લાભાર્થીઓને લાંબા સમયથી પેન્શનની રકમ ન મળતા સામાજિક કાર્યકરોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. સરકાર સામે આક્રોશ વ્યક્ત કરતા 15 દિવસમાં પેન્શન નહીં ચૂકવાય તો જિલ્લા કલેકટર કચેરીએ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી મુજબ, સામાજિક કાર્યકર રાજુભાઈ દવે અને તેમની ટીમ દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મોરબી કલેકટર તેમજ મંત્રી કાંતિભાઈ અમૃતિયાને લેખિત રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં જણાવાયું છે કે, મોરબી જિલ્લામાં વિધવા સહાય યોજના અને વિકલાંગ પેન્શન યોજના હેઠળ નોંધાયેલા અનેક લાભાર્થીઓને મહિનાઓથી પેન્શનની રકમ મળી રહી નથી. સામાજિક કાર્યકરોના જણાવ્યા અનુસાર, અનેક લાભાર્થીઓની અરજીઓ મંજૂર થયેલી હોવા છતાં તેમના બેન્ક અથવા પોસ્ટ ખાતામાં પેન્શન જમા થતું નથી. કેટલાક કિસ્સાઓમાં વર્ષોથી પેન્શન અટકેલું હોવાનું પણ સામે આવ્યું છે. ગરીબ અને નિરાધાર લોકો માટે આ પેન્શન જીવનનિર્વાહનું મુખ્ય સાધન હોવા છતાં તેઓને વારંવાર તાલુકા અને જિલ્લા કચેરીઓના ધક્કા ખાવા પડી રહ્યા છે.

રજુઆતમાં વધુમાં જણાવાયું છે કે, વિધવા મહિલાઓ, સુરદાસ અને વિકલાંગ લોકો પાસે ભાડા અને ભોજન માટે પણ પૈસા નથી. સરકારના નેતાઓના પગાર સમયસર જમા થઈ જાય છે તો ગરીબ અને નિરાધાર લોકોના પેન્શન કેમ અટકાવવામાં આવે છે તેવો સવાલ પણ ઉઠાવવામાં આવ્યો છે. રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, દેવેશ મેરૂભાઈ રાણેવાડિયા, ગીરશભાઈ કોટેચા સહિતના સામાજિક કાર્યકરોએ સરકારને તાત્કાલિક અસરથી અટકેલી પેન્શન રકમ ચૂકવવા અને ભવિષ્યમાં વિલંબ ન થાય તે માટે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. સાથે ચેતવણી આપવામાં આવી છે કે જો 15 દિવસમાં પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો તમામ વિધવા, વિકલાંગ અને નિરાધાર લોકોને સાથે રાખી જિલ્લા કલેકટર કચેરીએ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!