Saturday, May 9, 2026
HomeGujaratમોરબી મનપાની ફાયર શાખાએ ફાયર સેફ્ટી ટ્રેનિંગ સાથે ૨૧ નવા ફાયર ઓપરેટરની...

મોરબી મનપાની ફાયર શાખાએ ફાયર સેફ્ટી ટ્રેનિંગ સાથે ૨૧ નવા ફાયર ઓપરેટરની ભરતી કરી

મોરબી મહાનગરપાલિકાની અગ્નિશમન શાખા દ્વારા વિવિધ સરકારી કચેરીઓ, હોસ્પિટલ, ઇન્ડસ્ટ્રીઝ અને કોમ્પ્લેક્ષમાં ફાયર સેફ્ટી ટ્રેનિંગ આપવામાં આવી હતી. સાથે શહેરની સુરક્ષા વધુ મજબૂત બનાવવા કુલ ૨૧ ફાયર ઓપરેટરની કરાર આધારિત ભરતી કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી મહાનગરપાલિકાની અગ્નિશમન શાખા દ્વારા તા.૨૮/૦૪/૨૦૨૬ થી ૦૪/૦૫/૨૦૨૬ દરમિયાન ૦૩ સરકારી કચેરીમાં ૩૪ કર્મચારીઓ, ૦૧ હોસ્પિટલમાં ૨૫ કર્મચારીઓ, ૦૨ ઇન્ડસ્ટ્રીઝમાં ૨૫ સ્ટાફ તેમજ ૦૧ કોમ્પ્લેક્ષમાં ૦૯ કર્મચારીઓને ફાયર પ્રિવેન્શન અંગે ટ્રેનિંગ આપવામાં આવી હતી. ઉપરાંત સમાજવાડી, કોમ્પ્લેક્ષ અને ઇન્ડસ્ટ્રીઝમાં ફાયર સેફ્ટી સર્ટિફિકેટ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું તેમજ ફાયર એનઓસી વગરના બિલ્ડીંગોને નોટીસ આપી જરૂરી માર્ગદર્શન અપાયું હતું. અગાઉ અપાયેલી નોટીસના અનુસંધાને ૧૯૫ કોમ્પ્લેક્ષ અને ૩૮ સમાજવાડીઓમાં ફાયર સેફ્ટી સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન ૦૮ ફાયર સેફ્ટી અપ્રુવલની અરજીઓ આર.એફ.ઓ. કચેરી ખાતે મોકલવામાં આવી હતી.

આ ઉપરાંત શહેરની સુરક્ષા અને ઇમરજન્સી સેવાઓને વધુ સક્ષમ બનાવવા ફાયર વિભાગમાં કુલ ૨૧ ફાયર ઓપરેટરની ૧૧ માસના કરાર આધારિત ભરતી કરવામાં આવી છે. નવા ઓપરેટરોને આધુનિક ફાયર ફાઈટિંગ સાધનો અને બચાવ કામગીરી માટે વિશેષ તાલીમ આપવામાં આવી છે. આ ભરતીથી ફાયર સ્ટેશનમાં મેનપાવરની અછત દૂર થશે અને આગની ઘટનામાં ઝડપી પ્રતિસાદ આપી શકાશે. તાજેતરમાં મોરબીમાં ૦૧ રેસ્ક્યુ કોલ અને ૧૨ આગ લાગવાના બનાવોમાં ફાયર જવાનોએ આધુનિક સાધનો સાથે કામગીરી કરી હતી. કોઈપણ ઇમરજન્સી સમયે નાગરિકોને મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસના નંબર (૦૨૮૨૨) ૨૩૦૦૫૦, ૧૦૧ અને ૧૧૨ ઉપર સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!