Friday, May 15, 2026
HomeGujaratખનીજ માફિયાઓ પર વાંકાનેર તાલુકા પોલીસની સતત કાર્યવાહી: ગેરકાયદેસર ખનીજનું વહન કરનાર...

ખનીજ માફિયાઓ પર વાંકાનેર તાલુકા પોલીસની સતત કાર્યવાહી: ગેરકાયદેસર ખનીજનું વહન કરનાર વધુ એક ડમ્પર ઝડપાયું

વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા ગેરકાયદેસર ખનીજ વહન કરતા ખનીજ માફિયાઓ સામે કાર્યવાહી કરી અંદાજિત ₹30 લાખ કિંમતનો ડમ્પર કબ્જે કરવામાં આવ્યો છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના બાદ હાથ ધરાયેલી આ કાર્યવાહીને લઈને ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, રાજકોટ રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાય, મોરબી જિલ્લા એસ.પી. એમ.એન. પટેલ તથા ડી.વાય.એસ.પી. એસ.એચ. સારડાની સૂચના મુજબ વાંકાનેર તાલુકા વિસ્તારમાં ગેરકાયદેસર ખનીજ ખનન અને વહન કરતા તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જે અનુસંધાને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ બી.વી. પટેલના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ સાથે પેટ્રોલિંગ દરમિયાન વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે ખનીજનું વહન કરતા વાહનને અટકાવવામાં આવ્યું હતું. પોલીસે તપાસ કરતા ટાટા કંપનીનું GJ-13-AW-6570 નંબરનું ડમ્પર ગેરકાયદેસર ખનીજ વહન કરતા હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે અંદાજિત ₹30 લાખ કિંમતનો ડમ્પર કબ્જે કરી ખનીજ માફિયાઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!