મોરબી ખાતે કાળઝાળ ગરમી વચ્ચે રાહદારીઓ અને જરૂરિયાતમંદોને રાહત મળે તે હેતુથી મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા ૧૨૦૦ ગ્લાસ કેરીના પન્નાંનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવાકીય કાર્યક્રમ દ્વારા માનવતા અને પરોપકારનો સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો.
“પરોપકારાય ફલંતિ વૃક્ષાઃ, પરોપકારાય વહંતિ નદ્યઃ” ના સૂત્રને સાકાર કરતાં મોરબીની મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા કાળઝાળ ગરમી દરમિયાન સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તાપમાન અને ઉકળાટ વચ્ચે રાહદારીઓ તથા જરૂરિયાતમંદ લોકોને રાહત મળે તે હેતુસર અંદાજિત ૧૨૦૦ ગ્લાસ કેરીનું પન્નું તૈયાર કરી વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવા કાર્ય માત્ર પેય વિતરણ પૂરતું મર્યાદિત ન રહી માનવતા, કરુણા અને સમાજ પ્રત્યેની જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યું હતું. ગરમીની પરવા કર્યા વગર મુસ્કાન પરિવારના સભ્યોએ ઉત્સાહભેર હાજરી આપી સેવા કાર્યને સફળ બનાવ્યું હતું.






