ટંકારા તાલુકાના હમીરપર ગામે આવતીકાલે તા.18/05/2026 સોમવારના રોજ તોરણીયાના પ્રખ્યાત શ્રી નકલંક નેજાધારી રામામંડળનો ભવ્ય કાર્યક્રમ યોજાનાર છે. જિયાંશના જન્મદિવસ નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમમાં ટંકારા તાલુકાના તમામ ગામોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
આયોજકોના જણાવ્યા અનુસાર, શ્રી ઉમિયા માતાજીના આશીર્વાદથી ચી. સ્વીટુભાઈ હરિલાલભાઈ ભોરણીયાના પુત્ર રત્ન જિયાંશના જન્મદિવસ નિમિત્તે હમીરપર ગામે ભવ્ય ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે તોરણીયાનું પ્રખ્યાત શ્રી નકલંક નેજાધારી રામામંડળ ખાસ ઉપસ્થિત રહી ભજન અને ધાર્મિક રંગ જમાવશે. કાર્યક્રમમાં જાણીતા કલાકાર મિત્રો મિલન કાકડિયા, હિતેશ પ્રજાપતિ તેમજ કોમેડી કિંગ ભોળાભાઈ ગગુડિયો પણ હાજરી આપશે. આ કાર્યક્રમનું આયોજન ભોરણીયા હરિલાલ અરજનભાઈ ભોરણીયા તથા સ્વીટુભાઈ હરિભાઈ ભોરણીયા પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે. કાર્યક્રમ સ્થળ હમીરપર ગામે પટેલ સમાજ વાડી પાસે રાખવામાં આવ્યું છે. આયોજકો દ્વારા ટંકારા તાલુકાના તમામ ગામોના લોકોને હાજરી આપવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. વધુ માહિતી માટે મો. નં. 9510017292 પર સંપર્ક કરવા જણાવાયું છે.






