Tuesday, May 19, 2026
HomeGujaratવાંકાનેરના કાશીપર નજીક ટ્રેનની હડફેટે મહિલાનું કરુણ મોત

વાંકાનેરના કાશીપર નજીક ટ્રેનની હડફેટે મહિલાનું કરુણ મોત

રેલ્વે ટ્રેક ઓળંગતી વખતે અકસ્માત સર્જાયો, માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા મહિલાનું મોત.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર તાલુકાના કાશીપર ગામ નજીક રેલ્વે ટ્રેક ઓળંગતી વખતે ટ્રેનની હડફેટે એક મહિલાનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અ. મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.

મળતી માહિતી મુજબ, વાંકાનેર તાલુકાના કાશીપર ગામે રહેતા સવિતાબેન ઉર્ફ ભાનુબેન વિનાભાઈ ધોરીયા ઉવ.૩૫ ગઈકાલ તા.૧૮/૦૫ના રોજ પોતાના વાડીએ જવા માટે રેલ્વે ટ્રેક પસાર કરી રહ્યા હતા. તે દરમિયાન અચાનક સામેથી આવી રહેલી ટ્રેનની હડફેટે ચડી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં મહિલાને માથાના પાછળના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી અને તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસની પ્રાથમિક તપાસમાં જાહેર કરનાર અશોકભાઈ સવશીભાઈ ધોરીયા પોલીસને જાણ કરી હતી મૃતક મહિલાના ૧૫ વર્ષ પૂર્વે લગ્ન થયા હતા હાલ પોલીસે અ.મોતની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!