Wednesday, May 20, 2026
HomeGujaratમોરબી જીલ્લામાં ચાર અલગ અલગ અપમૃત્યુના બનાવ નોંધાયા

મોરબી જીલ્લામાં ચાર અલગ અલગ અપમૃત્યુના બનાવ નોંધાયા

મોરબી જીલ્લામાં એક જ દિવસમાં ચાર અપમૃત્યુના બનાવ નોંધાયા છે, મોરબી, વાંકાનેર, ટંકારા અને હળવદ વિસ્તારમાં અલગ અલગ અપમૃત્યુના બનાવ નોંધાયા છે. જેમાં બેભાન હાલતમાં સારવાર દરમિયાન બે વ્યક્તિના મોત, એક યુવકે ગળેફાંસો ખાધો હોવાની ઘટના અને મહિલાએ ઝેરી દવા પી લેતા મોત નીપજ્યાનો બનાવ સામે આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લામાં એક જ દિવસમાં ચાર અપમૃત્યુના બનાવો નોંધાતા ચકચાર મચી ગઇ છે. જે મુજબ પ્રથમ અપમૃત્યુના બનાવમાં મોરબી વીશીપરા મહાકાળી ઓઇલ મીલની પાછળ રહેતા લીલાબેન લાભુભાઈ મોરવાડિયા ઉવ.૭૮ને ગત તા.૧૮/૦૫ના રોજ બેભાન હાલતમાં પ્રથમ મોરબી સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ હતા, જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે વાંકાનેર તાલુકાના સીંધાવદર ગામની સીમમાં મજૂરી કામ કરતા વિરદાસિંહ નગાસિંહ રાવત ઉવ.૪૫ મુળ નેગડીયા તા.ટાડગઢ જી.બ્યાવર (રાજસ્થાન)વાળો તા.૧૮/૦૫ના રોજ અચાનક બેભાન થઈ જતા તેમને સારવાર માટે વાંકાનેર સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં ડોક્ટરે તેમને જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા.

અપમૃત્યુના ત્રીજા બનાવની પ્રાપ્ત વિગતો મુજબ, ટંકારા તાલુકાના ઓટાળા ગામે અતુલભાઈ વીરસોડિયાના ગોદામે રહેતા ગોવિંદ શિવનારાયણ પ્રજાપતી ઉવ.૨૦ વાળાએ કોઈ કારણોસર ઉપરોક્ત ગોદામે ગળેફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે ટંકારા પોલીસે અપમૃત્યુ નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે. જ્યારે હળવદ તાલુકાના સાપકડા ગામે વાડીએ રહેતા મૂળ વેગડવાવના વતની હંસાબેન દીલીપભાઈ કામલપરા ઉવ.૪૦ના પતિ કોઇ કામધંધો ન કરતા હોય જેથી હંસાબેનના દિકરા આનંદે તેના પિતાને કામધંધો કરવાનુ કહેલ જેથી હંસાબેન તથા તેના પતિને આ બાબતે બોલાચાલી થયેલ જેથી આ બાબતે હંસાબેનને મનમા લાગી આવતા ગઇ તા-૧૩/૦૫/૨૦૨૬ ના બપોરાના દોઢેક વાગ્યે જતુનાશક દવા પી લેતા ધ્રાગંધ્રા જીંદગી હોસ્પીટલમાં સારવાર દરમ્યાન તા.૧૭/૦૫/૨૦૨૬ ના રોજ તેમનું મૃત્યુ નીપજ્યું હતું. હાલ બનાવ અંગે હળવદ પોલીસે અ.મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!