મોરબી જીલ્લાના હળવદ ખાતે ઉમા સંકુલમાં વિશ્વ હિંદુ પરિષદ-કર્ણાવતી ક્ષેત્ર દ્વારા પરિષદ શિક્ષા વર્ગનો શુભારંભ થયો છે. ઉદ્ઘાટન સત્રમાં સંતો, વિહીપના આગેવાનો અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
તા.૨૨ મે ૨૦૨૬ના રોજ અધિક જેઠ સુદ છઠ્ઠથી અધિક જેઠ પૂર્ણિમા સુધી હળવદના ઉમા સંકુલ ખાતે વિશ્વ હિંદુ પરિષદ-કર્ણાવતી ક્ષેત્ર દ્વારા પરિષદ શિક્ષા વર્ગ યોજાયો છે. કાર્યક્રમના ઉદ્ઘાટન સત્રમાં પરમ પૂજ્ય પ્રભુચરણ દાસજી મહારાજ, વિહીપના અખિલ ભારતીય ધર્મ પ્રસાર સહ પ્રમુખ આનંદજી ગોયલ, કર્ણાવતી ક્ષેત્ર સહ પાલક અશોકજી રાવલ, ક્ષેત્ર મંત્રી અશ્વિનભાઈ પટેલ, ક્ષેત્ર સંગઠન મંત્રી શ્રીરંગ રાજેજી તથા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પશ્ચિમ ક્ષેત્ર સહ પ્રચારક ચિંતનભાઈ ઉપાધ્યાય હાજર રહ્યા હતા.
ઉદ્ઘાટન સત્રમાં આનંદજી ગોયલે કાર્યકર્તાઓને બૌદ્ધિક માર્ગદર્શન આપ્યું હતું. આ શિક્ષા વર્ગમાં વિશ્વ હિંદુ પરિષદના સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત પ્રાંતના કાર્યકર્તાઓ જોડાયા છે. વર્ગના પ્રમુખ તરીકે મુકેશભાઈ ગોર અને પાલક તરીકે ભાવેશભાઈ ઠક્કર માર્ગદર્શન આપી રહ્યા છે, તેમ યાદીમાં જણાવવામાં આવ્યું છે.






