Tuesday, June 2, 2026
HomeGujaratમોરબીમાં ક્રિકેટ મેચ ઉપર રનફેરનો જુગાર રમાડતા એક ઝડપાયો, સોદા લેનાર બે...

મોરબીમાં ક્રિકેટ મેચ ઉપર રનફેરનો જુગાર રમાડતા એક ઝડપાયો, સોદા લેનાર બે ફરાર

મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પૂર્વ બાતમીને આધારે કબીર ટેકરી વિસ્તારમાંથી આઈપીએલ ક્રિકેટ મેચ ઉપર રનફેરનો જુગાર રમાડતા એક શખ્સને ઝડપી પાડ્યો હતો. જ્યારે સોદા લેનાર બે આરોપી સ્થળ ઉપર હાજર નહિ મળી આવતા તેને ફરાર જાહેર કર્યા હતા. આ સાથે પોલીસે રોકડ રકમ અને મોબાઈલ મળી કુલ રૂ.૯,૫૦૦/- નો મુદ્દામાલ કબજે કર્યો છે.

- Advertisement -
- Advertisement -

મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન કબીર ટેકરી શેરી નં. ૮ ખાતે આઈપીએલ ક્રિકેટ મેચમાં રનફેર અને હારજીતના સોદા ચાલી રહ્યા હોવાની ખાનગીરાહે બાતમી મળી હતી. જેના આધારે પોલીસે દરોડો પાડતા જ્યાં આરોપી અસગરભાઈ અબ્દુલભાઈ ચાનીયા ઉવ.૪૯ રહે. કબીર ટેકરી શેરી નં.૮ મોરબી વાળાને ઝડપી પાડ્યો હતો. પકડાયેલ આરોપી અસગરભાઈ મોબાઈલ ફોન મારફતે ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જ બેંગ્લોર વચ્ચે ચાલી રહેલી આઈપીએલ મેચમાં રનફેરના સોદા આરોપી કાનજીભાઈ કોટેચા રહે. વાઘપરા મોરબી વાળાના કહેવાથી અન્ય એક મોબાઈલ નંબર ૮૫૧૧૨ ૬૫૭૫૯ ઉપર સોદા લખાવતો હોવાનું ખુલ્યું હતું. હાલ પોલીસે પકડાયેલ આરોપી પાસેથી રોકડ રૂ.૪,૫૦૦/- તથા રૂ.૫ હજારની કિંમતનો મોબાઈલ ફોન મળી કુલ રૂ.૯,૫૦૦/-નો મુદ્દામાલ કબજે કરી, ત્રણેય આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!