હળવદના વજેરીવાસ વિસ્તારમાં પોલીસે દારૂ અને બિયરના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. આ સાથે પોલીસે ઈંગ્લીશ દારૂના ૭ ચપલા અને બિયરના ૧૨ ડબલા કિ.રૂ.૨,૩૭૫/-નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.
હળવદ પોલીસે વજેરીવાસની શેરીમાં કાપડનો થેલો લઈને શંકાસ્પદ હાલતમાં ઉભેલા એક શખ્સને રોકી તપાસ કરતા, થેલામાંથી વિદેશી દારૂની ૧૮૦મીલી.ની ૭ બોટલ અને કિંગફિશર બિયરના ૧૨ નંગ ટીનનો જથ્થો કિ.રૂ.૨,૩૭૫/- મળી આવ્યો હતો. જેથી પોલીસે આરોપી માનવભાઈ અશોકભાઈ મિયાત્રા ઉવ.૨૩ રહે. સરા નાકા હળવદ વાળાની અટક કરી આ મામલે પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.






