મોરબીના જલારામ ધામ ખાતે આગામી ૪ જૂને સ્વ. પ્રભુદાસભાઈ નરશીભાઈ ખખ્ખર પરિવારના સહયોગથી વિનામૂલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે. અત્યાર સુધી યોજાયેલા ૫૬ કેમ્પમાં ૧૫,૭૪૪ લોકોએ લાભ લીધો છે જ્યારે ૭,૨૩૮ દર્દીઓના વિનામૂલ્યે સફળ નેત્રમણી ઓપરેશન કરવામાં આવ્યા છે.
શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ-રાજકોટ, શ્રી જલારામ ધામ-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબીના સંયુક્ત ઉપક્રમે દર મહીનાની ૪ તારીખે સર્વજ્ઞાતિય વિનામૂલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આ અંતર્ગત તા. ૪-૬-૨૦૨૬ ગુરુવારના રોજ સવારે ૯ થી ૧૨ કલાક દરમિયાન અયોધ્યાપુરી રોડ સ્થિત જલારામ ધામ ખાતે કેમ્પ યોજાશે. આ કેમ્પ સ્વ. પ્રભુદાસભાઈ નરશીભાઈ ખખ્ખર પરિવાર (હ. પ્રવિણભાઈ, સંજયભાઈ તથા નિલેશભાઈ)ના સહયોગથી યોજાઈ રહ્યો છે. કેમ્પમાં શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલના ડો. બળવંતભાઈ, ડો. સુદામા, હેમુભાઈ પરમાર અને નિલેશભાઈ રાઠોડ દ્વારા દર્દીઓની આંખોની તપાસ કરવામાં આવશે. ઉપરાંત અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગર સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ સાથે વિનામૂલ્યે નેત્રમણી ઓપરેશન કરવામાં આવશે.
ઓપરેશન માટે રાજકોટ જવા-આવવાની વ્યવસ્થા, રહેવા-જમવાની સુવિધા, ચા-નાસ્તો, ચશ્મા તથા ટીપાં સહિતની તમામ સેવાઓ સંસ્થા દ્વારા વિનામૂલ્યે આપવામાં આવશે. કેમ્પ માટે કોઈ એડવાન્સ બુકિંગની જરૂર નથી, પરંતુ દર્દીઓએ આધાર કાર્ડ સાથે રાખવું ફરજિયાત રહેશે. વધુ માહિતી માટે ગીરીશભાઈ ઘેલાણી (૯૮૨૫૦૮૨૪૬૮), હરીશભાઈ રાજા (૯૮૭૯૨૧૮૪૧૫), નિર્મિતભાઈ કક્કડ (૯૯૯૮૮૮૦૫૮૮) તથા અનિલભાઈ સોમૈયા (૮૫૧૧૦૬૦૦૬૬)નો સંપર્ક કરવા સંસ્થાએ અનુરોધ કર્યો છે.






