મોરબી તાલુકાના જોધપર નદી ગામ નજીક આવેલા મચ્છુ-૨ ડેમમાં પાણીમાં ડૂબી જતા ૨૬ વર્ષીય યુવાનનું મોત નીપજ્યું હતું. હાલ તાલુકા પોલીસે અ.મોત રજીસ્ટર કરી વધુ તપાસની તજવીજ શરૂ કરી છે.
મોરબીના વજેપર શેરી નં.૫ વાલ્મિકી વાસમાં રહેતા પરેશભાઈ રશીકભાઈ પઠાણ ઉવ.૨૬ ગઈકાલ તા.૦૩ જૂનના રોજ જોધપર નદી ગામ પાસે આવેલા મચ્છુ-૨ ડેમમાં ડૂબી ગયા હતા. બનાવમાં તેમનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






