લગ્નના એક વર્ષમાં જ ૨૦ વર્ષીય પરિણીતાએ જીવન ટૂંકાવ્યું.
હળવદ તાલુકાના બુટવડા ગામે ૨૦ વર્ષીય પરિણીતાએ પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. મૃત્યુના બનાવમાં ૨ માસનું બાળક માતા વિહોણું બની જતા પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. હાલ હળવદ પોલીસે અ. મોતની નોંધ કરી તપાસની તજવીજ શરૂ કરી છે.
હળવદ તાલુકાના બુટવડા ગામે અલકાબેન મુકેશભાઈ લોદરિયા ઉવ.૨૦એ પોતાના રહેણાંક મકાનના રૂમમાં અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવની જાણ થતાં પરિવારજનોમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. મૃતકના પતિ મુકેશભાઈ ગણેશભાઈ લોદરિયાએ પોલીસને જાણ કરી હતી. ત્યારે પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક અલકાબેનના લગ્નને હજુ એક વર્ષ જેટલો સમય થયો હતો અને તેમને બે માસનું બાળક પણ છે. માતાના અકાળે નિધનથી બાળક માતા વિહોણું બન્યું છે. હાલ હળવદ પોલીસે અ.મોતની નોંધ કરી, આપઘાત પાછળના કારણોની તપાસ હાથ ધરી છે.






