Thursday, June 18, 2026
HomeGujarat‘સરકારની સિદ્ધિઓના પ્રદર્શન’ને ૧૦૦૦થી વધુ નાગરિકોએ નિહાળ્યું

‘સરકારની સિદ્ધિઓના પ્રદર્શન’ને ૧૦૦૦થી વધુ નાગરિકોએ નિહાળ્યું

પટેલ સમાજ વાડી ખાતે યોજાયેલા આ પ્રદર્શનમાં સરકારની ૧૨ વર્ષની ગૌરવગાથા પ્રદર્શિત કરાઈ.

- Advertisement -
- Advertisement -

મોરબી: કેન્દ્ર સરકારના સેવા, સુશાસન અને જનકલ્યાણને સમર્પિત સફળ ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે મોરબી જીલ્લા વહીવટીતંત્ર, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત મોરબી ખાતે વિશેષ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.

મોરબીના સનાળા વિસ્તારમાં આવેલી પટેલ સમાજ વાડી ખાતે તા. ૧૧ થી ૧૩ જૂન, ૨૦૨૬ દરમિયાન યોજાયેલા આ ત્રિદિવસીય ‘‘સરકારની સિદ્ધિઓના પ્રદર્શન’’ ને સ્થાનિક નગરજનો, યુવાનો અને બહેનો સહિત એક હજારથી વધુ ઉત્સાહી લોકોએ નિહાળ્યું હતું. આ વિશેષ પ્રદર્શનીમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ લોકાભિમુખ યોજનાઓ, શૈક્ષણિક ક્રાંતિ, આરોગ્ય વિષયક પ્રકલ્પો, માળખાકીય સુવિધાઓ અને ઔદ્યોગિક પ્રગતિને આકર્ષક તસવીરો અને વિગતો દ્વારા પ્રદર્શિત કરવામાં આવી હતી. આ પ્રદર્શનના માધ્યમથી મુલાકાતી નાગરિકોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી ઘરઆંગણે જ ઉપલબ્ધ થઈ હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!