Monday, June 22, 2026
HomeGujaratટંકારામાં ઇકો કારમાંથી ૭૦૦ લીટર દેશી દારૂ સાથે ચાલકની અટક, ત્રણ આરોપી...

ટંકારામાં ઇકો કારમાંથી ૭૦૦ લીટર દેશી દારૂ સાથે ચાલકની અટક, ત્રણ આરોપી વોન્ટેડ

ટંકારા પોલીસે પૂર્વ બાતમીને આધારે જબલપુર-હીરાપર રોડ પરથી ઇકો કારમાં હેરાફેરી થતો ૭૦૦ લીટર દેશી દારૂ ઝડપી પાડ્યો છે. આ સાથે પોલીસે દારૂ, કાર તથા મોબાઇલ સહિત કુલ રૂ.૪.૪૫ લાખનો મુદ્દામાલ કબજે કરી રાજકોટના એક આરોપીની ધરપકડ કરી છે. આરોપીની પૂછપરછ દરમિયાન અન્ય ત્રણ શખ્સોના નામ ખુલતાં તેમને વોન્ટેડ જાહેર કરી તમામ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

ટંકારા પોલીસ મથકના પીઆઈ જે.ડી. ઝાલાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ખાનગી બાતમીના આધારે જબલપુર-હીરાપર રોડ પર ઇકો કાર નંબર જીજે૦૩-એનબી-૯૩૧૪ને અટકાવી તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન કારમાંથી ૧૪૦ બુંગિયામાં ભરેલો કુલ ૭૦૦ લીટર દેશી દારૂ કિ.રૂ.૧.૪૦ લાખ મળી આવ્યો હતો. પોલીસે રાજકોટના ભગવતીપરા વિસ્તારમાં રહેતા આરોપી જીજ્ઞેશભાઈ ઉર્ફે દિલીપભાઈ લાખાભાઈ ગોહિલ ઉવ.૪૧ ની ધરપકડ કરવામાં આવી હતી. આ સાથે પોલીસે કાર, દારૂ અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ.૪.૪૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે આરોપીની પૂછપરછ દરમિયાન અન્ય આરોપી શામજીભાઈ ઉર્ફે વિજયભાઈ સુખાભાઈ સારલા રહે. નળખંભા તા. થાન, દશરથભાઈ ઉર્ફે દસો રમેશભાઈ કણજરીયા રહે.સામતપર તા. સાયલા અને આસીફભાઈ ઇરફાનભાઈ વિકીયા રહે. સરાયા તા. ટંકારા વાળાના નામ ખુલ્યા હતા. જેથી પોલીસે ત્રણેયને વોન્ટેડ જાહેર કરી ચારેય આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!