વાંકાનેર શહેરમાં જીનપરા જકાતનાકા પાસે ભારત પેટ્રોલપંપની ઓફિસમાં હાર્ટ એટેક આવતા અશોકભાઈ સીતાપરાનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે મરણ નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.
વાંકાનેર શહેર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી અ.મોતની વિગતો મુજબ, ગઈકાલ તા.૧૬ ઓગસ્ટના રોજ જીનપરા જકાતનાકા પાસે આવેલ ભારત પેટ્રોલપંપની ઓફિસમાં અશોકભાઈ અમુભાઈ સીતાપરા ઉવ.૪૪ રહે.આંબેડકરનગર વાંકાનેર વાળાને અચાનક હાર્ટ એટેક આવ્યો હતો. બનાવમાં તેમનું મોત નિપજ્યું હતું. ત્યારે સરકારી હોસ્પિટલના મેડિકલ ઓફિસર દ્વારા પોલીસને જાણ કરાતા પોલીસે અ.મોતની નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






