એલસીબી અને પેરોલ ફર્લો સ્ક્વોડની સંયુક્ત રેડમાં રૂ.૧.૨૧ લાખનો મુદ્દામાલ કબજે, આરોપી ફરાર
માળીયા(મી)ના નવાગામની સીમમાં વોકળા કાંઠે દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી પર રેઇડ કરી એલસીબી અને પેરોલ ફર્લો સ્ક્વોડે ૪૩૦ લીટર દેશી દારૂ અને ૧૪૦૦ લીટર દારૂ બનાવવા ઉપયોગમાં લેવાતો ઠંડો આથો મળી કુલ રૂ.૧.૨૧ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. રેઇડ દરમિયાન આરોપી હાજર નહિ મળી આવતા તેને ફરાર જાહેર કર્યો હતો.
મોરબી એલસીબી પીઆઈ એસ.પી. જાડેજાના માર્ગદર્શન હેઠળ એલસીબી અને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમ માળીયા(મી) વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મળેલી બાતમીના આધારે નવાગામની સીમમાં વોકળા કાંઠે રેઇડ કરવામાં આવી હતી. જ્યાંથી દેશી દારૂ બનાવવાનો ૧૪૦૦ લીટર ઠંડો આથો કિ.રૂ.૩૫,૦૦૦/- તથા ૪૩૦ લીટર દેશી દારૂ કિ.રૂ.૮૬,૦૦૦/- મળી કુલ રૂ.૧,૨૧,૦૦૦/-નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. રેડ દરમિયાન નવાગામ તા.માળીયા(મી) વાળો સમીર જાકમ જેડા હાજર મળી ન આવતા તેને ફરાર જાહેર કરી તેની વિરુદ્ધ માળીયા(મી) પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.






