Wednesday, September 30, 2026
HomeGujaratમાળીયા મી.ના ચીખલી ગામ નજીક ચાલુ વીજલાઈનમાંથી ૧૫૬૦ મીટર વીજતારની ચોરી

માળીયા મી.ના ચીખલી ગામ નજીક ચાલુ વીજલાઈનમાંથી ૧૫૬૦ મીટર વીજતારની ચોરી

૧૧ કેવી માણાબા એજી વીજ ફીડરના પોલ વચ્ચેથી તસ્કરો એલ્યુમિનિયમના ૧૩ ગાળા વાયર કાપીને લઈ ગયા.

- Advertisement -
- Advertisement -

માળીયા(મી) તાલુકાના ચીખલી ગામ નજીક પીજીવીસીએલની ૧૧ કેવી વીજલાઈનમાંથી અજાણ્યા તસ્કરો આશરે ૧૫૬૦ મીટર વીજતાર કાપી ચોરી કરી ગયા હોવાની ફરિયાદ નોંધાઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ, માળીયા(મી) તાલુકાના સુલતાનપુરથી ચીખલી ગામ તરફ જતા માર્ગ ઉપર પીજીવીસીએલની ૧૧ કેવી માણાબા એજી વીજ ફીડરની લાઈન આવેલી છે. જ્યાં ગત તા.૨૬ સપ્ટેમ્બરે બપોરે પોણા ત્રણ વાગ્યાથી સાંજે સાડા પાંચ વાગ્યા દરમિયાન વીજલાઈન બંધ કરવામાં આવી હતી. ત્યારબાદ લાઈન ચાલુ કરતાં ફોલ્ટ સર્જાતા તપાસ દરમિયાન પોલ નં.૮૩૨થી ૮૪૮ વચ્ચે વીજતાર ચોરાયેલો હોવાનું સામે આવ્યું હતું.

ચોરીના બનાવ મામલે પીજીવીસીએલ પીપળીયા સબ ડિવિઝનના નાયબ ઈજનેર હાર્દિકભાઈ રમેશભાઈ વિજયકર ઉવ.૩૪ રહે. લુટાવદર તા.જી.મોરબી વાળાએ માળીયા(મી) પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદ મુજબ, અજાણ્યા તસ્કરો ચાલુ વિજલાઈનના એલ્યુમિનિયમ ૩૪ એમએમ. સ્ક્વેર વાયરનો કુલ ૧૫૬૦ મીટર તાર કિ.રૂ.૪૭,૦૦૭/- કાપીને ચોરી કરી લઈ ગયા હતા. હાલ પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૦૩(૨) હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!