Thursday, October 1, 2026
HomeGujaratમાળીયાના રાખોડીયા વાઢમાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ, ૧૦૦૦ લીટર આથો મળી આવ્યો

માળીયાના રાખોડીયા વાઢમાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ, ૧૦૦૦ લીટર આથો મળી આવ્યો

માળીયા(મી) પોલીસે બાતમીના આધારે રાખોડીયા વાઢ વિસ્તારમાં દરોડો પાડી ૧૦૦૦ લીટર દેશી દારૂ બનાવવાનો આથો મળી આવ્યો હતો. રેઇડ દરમિયાન આરોપી હાજર નહિ મળી આવતા તેને ફરાર દર્શાવી પોલીસે આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

માળીયા(મી) પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય ત્યારે બાતમી મળી કે, મહમદ જુસબભાઈ દોણા રહે.ખીરઈ ગામ તા. માળીયા(મી) વાળો રાખોડીયા વાઢ વિસ્તારમાં કેનાલના કાંઠે દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ચકાવી ત્યાં દેશી દારૂ બનાવે છે, જેથી તુરંત દરોડો પાડવામાં આવ્યો હતો. ત્યારે પોલીસે સ્થળ ઉપરથી ૨૦૦ લીટરની ક્ષમતાવાળા પાંચ બેરલમાં ભરેલ ૧૦૦૦ લીટર ઠંડો આથો કિ.રૂ.૨૫,૦૦૦/- મળી આવ્યો હતો, જ્યારે આરોપી મહમદ જુસબભાઈ દોણા રેઇડ દરમિયાન હાજર નહિ મળી આવતા તેની વિરુદ્ધ માળીયા(મી) પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!