મોરબી મહાનગરપાલિકા અગ્નિશમન શાખા દ્વારા તા. ૨૩ થી ૨૯ સપ્ટેમ્બર દરમિયાન એક હોસ્પિટલના સ્ટાફને ફાયર પ્રિવેન્શન અંગે તાલીમ આપવામાં આવી હતી. સાથે ફાયર સેફ્ટી સિસ્ટમનું ચેકિંગ પણ કરાયું હતું.
મોરબી મહાનગરપાલિકા અગ્નિશમન શાખા દ્વારા તા. ૨૩/૦૯/૨૦૨૬થી ૨૯/૦૯/૨૦૨૬ દરમિયાન એક હોસ્પિટલમાં ૨૭ સ્ટાફને ફાયર પ્રિવેન્શન અંગે તાલીમ આપવામાં આવી હતી. તાલીમ દરમિયાન આગ લાગે ત્યારે ફાયર સાધનોનો યોગ્ય ઉપયોગ, સુરક્ષા તકેદારી તથા ઇમરજન્સી સમયે કરવાની કામગીરી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ફાયર પ્રિવેન્શનના ભાગરૂપે વિવિધ બિલ્ડિંગના ફાયર સેફ્ટી સર્ટિફિકેટ અને ફાયર સેફ્ટી સિસ્ટમના ઇન્સ્ટોલેશનનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ફાયર સેફ્ટીમાં અપૂર્તતા જણાતી બિલ્ડિંગને નોટિસ આપી જરૂરી સૂચનો અને માર્ગદર્શિકા આપવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન મોરબીમાં એક ફાયર કોલ અને એક રેસ્ક્યુ કોલનો બનાવ બન્યો હતો, જેમાં ફાયર જવાનો દ્વારા કામગીરી કરવામાં આવી હતી.
અગ્નિશમન શાખા દ્વારા લોકોને ફાયર સેફ્ટી અંગે જાગૃત રહેવા અને આગ કે અન્ય કોઈ ઇમરજન્સીની સ્થિતિમાં તાત્કાલિક મોરબી ફાયર અને ઈમરજન્સી સર્વિસના ૦૨૮૨૨ ૨૩૦૦૫૦, ૧૦૧ અથવા ૧૧૨ નંબર પર સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.






