Saturday, October 3, 2026
HomeGujaratમોરબીના હળવદ રોડ પર બે બાઇક વચ્ચે અકસ્માતમાં ૯ વર્ષીય બાળકીનું સારવારમાં...

મોરબીના હળવદ રોડ પર બે બાઇક વચ્ચે અકસ્માતમાં ૯ વર્ષીય બાળકીનું સારવારમાં મોત

પાછળથી પુરઝડપે આવેલ બાઇકે ટક્કર મારતા પિતા-પુત્રી રોડ પર પટકાયા, રાજકોટમાં સારવાર દરમિયાન માસુમ બાળકીનું કરુણ મોત.

- Advertisement -
- Advertisement -

મોરબીના મહેન્દ્રનગર-હળવદ રોડ પર ઇન્ડિયન ઓઇલ પંપ નજીક બે મોટરસાયકલ વચ્ચે અકસ્માતમાં ૯ વર્ષીય બાળકીનું સારવાર દરમિયાન મોત થયું હતું. પાછળથી આવેલ મોટરસાયકલે ટક્કર મારતા પિતા અને પુત્રી બંને રોડ ઉપર પટકાતા પુત્રીનું મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થયો હતો.

મોરબીના મહેન્દ્રનગર વિસ્તારમાં દેવ પાર્ક સોસાયટીમાં રહેતા કાર્તિકભાઈ જયંતીભાઈ જલાલજી ઉવ.૪૭ ગઈ તા.૩૦ સપ્ટેમ્બરની રાત્રે પોતાની ૯ વર્ષીય પુત્રી દિવ્યા સાથે મોટરસાયકલ પર ઘરે પરત ફરી રહ્યા હતા. દરમિયાન હળવદ રોડ પર ઇન્ડિયન ઓઇલ પંપ પાસે પાછળથી આવેલ જીજે-૩૬-એએમ-૭૩૪૨ નંબરના મોટરસાયકલના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી આવી કાર્તિકભાઈના મોટરસાયકલ રજી.નં. જીજે-૦૧-ઈએલ-૨૫૨૨ ને ટક્કર મારતા બંને પિતા-પુત્રી રોડ પર પટકાયા હતા.

અકસ્માતમાં પિતા કાર્તિકભાઈને પણ ઇજા થઈ હતી, જ્યારે પુત્રી દિવ્યાને માથા સહિતના ભાગે ગંભીર ઇજા થતાં રાજકોટ સારવાર માટે ખસેડાઈ હતી. જ્યાં ગત તા.૧ ઓક્ટોબરે સારવાર દરમિયાન દિવ્યાનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે બી ડિવિઝન પોલીસે આરોપી મોટરસાયકલ ચાલક વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા તથા મોટર વ્હીકલ એક્ટની કલમ હેઠ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!