મોરબીના ઘુનડા રોડ પર જી.ઇ.બી. સ્ટેશન સામે યુવાન પાર ધોકા વડે હુમલાનો બનાવ સામે આવ્યો છે. યુવાનને માર મારી જાતિ પ્રત્યે અપમાનિત કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.
આ અંગે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ મથકેથી જાણવા મળતી વિગત અનુસાર મોરબીના શકત શનાળા ગામે રહેતા નિતીનભાઇ ધનજીભાઇ સોલંકી (ઉ.વ.૨૪) તેના મિત્રની મજાક મશ્કરી કરતા હતા. આ વેળાએ આરોપી શ્રીપાલસીંહ ક્રુષ્ણસીંહ ઝાલા (રહે-શકત શનાળા ગામ)ને સારૂ નહી લાગતા તે ઉશ્કેરાઇ ગયો હતો અને નિતીનભાઇને જાહેરમા ભુંડી ગાળો બોલી જાતી પ્રત્યે હડધુત કર્યા હતા એટલું જ નહીં પાવડાના હાથા વડે માર મારી ઇજા પહોંચાડી હતી.આ બનાવને લઈને નિતીનભાઇએ આરોપી વિરુદ્ધ ફરિયાદ કરતા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.