Sunday, November 1, 2026
HomeGujaratટંકારા ઓવરબ્રિજ પાસે પુરપાટ ટ્રેલરે કારને ટક્કર મારી: સદનસીબે પરિવારનો બચાવ, કારને...

ટંકારા ઓવરબ્રિજ પાસે પુરપાટ ટ્રેલરે કારને ટક્કર મારી: સદનસીબે પરિવારનો બચાવ, કારને વ્યાપક નુકસાન

ટંકારા રાજકોટ-મોરબી હાઈવે પર ટંકારા ઓવરબ્રિજ ઉતરતા રોડ પર ગત તારીખ ૩૧ ઓક્ટોબરના રોજ સાંજના સુમારે એક ગમખ્વાર અકસ્માત સર્જાતા ટળ્યો હતો. પુરપાટ ઝડપે અને બેફિકરાઈથી આવી રહેલા ટાટા કંપનીના ટ્રેલરના ચાલકે આગળ જઈ રહેલી કારને પાછળથી ધડાકાભેર ટક્કર મારી હતી. સદનસીબે આ અકસ્માતમાં કારમાં સવાર વૃદ્ધ અને તેમના પરિવારજનોનો આબાદ બચાવ થયો હતો, પરંતુ કારને ભારે નુકસાન પહોંચ્યું હતું. આ બનાવ અંગે ટંકારા પોલીસ સ્ટેશનમાં ટ્રેલર ચાલક વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

આ અંગે મળતી માહિતી અનુસાર, ફરિયાદી રમેશભાઈ કાળુભાઈ નમેરા ગત તા. ૩૧/૧૦/૨૦૨૬ ના રોજ સવારે તેમના પરિવાર સાથે હોન્ડા અમેજ કાર નં. GJ-03-KP-3060 લઈને ટંકારાના ગણેશપર ગામે પ્રસંગે ગયા હતા.ત્યારબાદ હરબટીયાળી ગામ રોકાઈને સાંજના પાંચેક વાગ્યાના અરસામાં પરિવાર સાથે ટંકારા ખાતે નવા બનેલા શો-રૂમના ઉદ્ઘાટનમાં જવા માટે નીકળ્યા હતા.તે દરમિયાન સાંજના સાડા પાંચેક વાગ્યાના સુમારે ટંકારા ઓવરબ્રિજ પાસે પહોંચતા, રાજકોટ-મોરબી હાઈવે પર પાછળથી પૂરઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલા ટાટા કંપનીના ટ્રેલર નં. GJ-39-T-1258 ના ચાલકે ફરિયાદીની કારને પાછળથી જોરદાર ઠોકર મારી હડફેટે લીધી હતી. ટ્રેલરની ટક્કરથી કાર આડી થઈ ગઈ હતી અને કારના જમણી સાઈડના બંને દરવાજા, આગળનું બમ્પર તથા હેન્ડલના ભાગે મોટું નુકસાન થયું હતું. સદનસીબે કારમાં સવાર કોઈ પણ સભ્યને શારીરિક ઇજાઓ થઈ ન હતી.

જે ઘટના બાદ કાર ચાલક રમેશભાઈ નમેરાએ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ટાટા ટ્રેલર નં. GJ-39-T-1258 ના ચાલક વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ૨૦૨૩ ની કલમ ૨૮૧, ૩૨૪(૪) તથા મોટર વાહન અધિનિયમ (M.V. Act) ની કલમ ૧૭૭ અને ૧૮૪ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!