Sunday, November 1, 2026
HomeGujaratમોરબી-માળીયા હાઈવે પર ગમખ્વાર અકસ્માત: રોડ સાઈડમાં ઉભેલા ટ્રક પાછળ બાઈક ઘૂસી...

મોરબી-માળીયા હાઈવે પર ગમખ્વાર અકસ્માત: રોડ સાઈડમાં ઉભેલા ટ્રક પાછળ બાઈક ઘૂસી જતાં ચાલકનું કમકમાટીભર્યું મૃત્યુ, એકને ગંભીર ઈજા

મોરબી-માળીયા નેશનલ હાઈવે પર માળીયા ફાટક ઓવરબ્રિજ ઉપર ગત તારીખ ૨૮ ઓક્ટોબરના રોજ સવારના સુમારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પુરપાટ ઝડપે જતું મોટરસાયકલ રોડની સાઈડમાં ઊભેલા ટ્રક પાછળ ધડાકાભેર અથડાતા બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે પાછળ બેસેલા વ્યક્તિને મોઢાના ભાગે, છાતીમાં તથા ડાબા હાથે ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ બનાવ અંગે મોરબી સીટી ‘બી’ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, મરણજનાર જસવંતકુમાર સબુભાઈ ઝાલા અને ફરિયાદીના પિતા ભરતભાઈ સબુરભાઈ રાઠોડ ગત તા. ૨૮/૧૦/૨૦૨૬ ના રોજ સવારે સાડા આઠેક વાગ્યે મોરબીના ઢુવા ગામથી ખોખરા હનુમાન રોડ તરફ કેચી-પતરાના મજૂરી કામ માટે જસવંતભાઈના સ્પ્લેન્ડર મોટરસાયકલ (નં. GJ 07 EF 0855) પર સવાર થઈને જઈ રહ્યા હતા. તે દરમિયાન મોરબી-માળીયા નેશનલ હાઈવે પર માળીયા ફાટક ઓવરબ્રિજ પર પહોંચતા, બાઈક ચાલક જસવંતભાઈએ પોતાનું મોટરસાયકલ બેફિકરાઈથી ચલાવીને રોડની સાઈડમાં ઊભેલા ટ્રક (નં. GJ 12 BY 4442) ની પાછળ ઘુસાડી દીધું હતું.

આ ગંભીર અકસ્માતમાં બાઈક ચાલક જસવંતકુમાર સબુભાઈ ઝાલાને માથામાં, કપાળે અને દાઢીના ભાગે ગંભીર ઈજાઓ થવાથી તેઓનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું.જ્યારે મોટરસાયકલની પાછળ બેસેલા ભરતભાઈ સબુરભાઈ રાઠોડને મોઢાના ભાગે, છાતીમાં તથા ડાબા હાથે ફેક્ચર જેવી ગંભીર ઈજાઓ પહોંચતા તેમને પ્રાથમિક સારવાર અર્થ મોરબી સિવિલ હોસ્પિટલ અને બાદમાં વધુ સારવાર માટે રાજકોટ તથા ત્યાંથી અમદાવાદ સિવિલ હોસ્પિટલના આઈ.સી.યુ. વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેઓ હાલ અર્ધબેભાન અવસ્થામાં સારવાર હેઠળ છે.

આ બનાવ અંગે ભોગ બનનાર ભરતભાઈના પુત્ર સંતોષભાઈ ભરતભાઈ રાઠોડે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે રૂબરૂ આવીને ફરિયાદ નોંધાવતા મોરબી સીટી ‘બી’ ડિવીઝન પોલીસે મરણજનાર બાઈક ચાલક જસવંતકુમાર સબુભાઈ ઝાલા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ૨૦૨૩ ની કલમ ૨૮૧, ૧૦૬(૧), ૧૨૫(એ), ૧૨૫(બી) તથા મોટર વાહન અધિનિયમ (M.V. Act) ની કલમ ૧૭૭ અને ૧૮૪ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!