વાંકાનેરનાં લુણસરીયા રેલ્વે ફાટક નજીક બાઈક પર વિદેશી દારૂની હેરાફેરી કરતો એક ઈસમને ઝડપી આ ઈસમ સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.
ગત તા. 20ના રોજ વાંકાનેરમાં લુણસરીયા રેલ્વે ફાટક નજીક સુનિલભાઈ રામાભાઈ છાસીયા (ઉ.વ. ૨૫) ધંધો મજુરી, રહે. હાલ જાંબુડીયા સીમ, સોરોના સેનેટરીવેર કારખાને, તા.જી. મોરબી, મુળ ગામ પારેવાળા, તા. જસદણ, જી. રાજકોટ વાળાને ગેરકાયદેસર ભારતીય બનાવટની પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂ વ્હીસ્કીની બોટલ નંગ 12 (કિં.રૂ. 3,600) વેચાણ કરવાના ઇરાદે હેરાફેરી કરતા ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે આરોપી સુનિલ પાસેથી વિદેશી દારૂનો મુદામાલ તથા બાઈક મળી કુલ મુદામાલ કિ.રૂ. 33,600 જપ્ત કરી પોલીસે આરોપી સુનિલ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.