Friday, November 15, 2024
HomeGujaratમાળીયા મીં.માં સર્જાયો વિચિત્ર અકસ્માત : ટ્રક ડિવાઇડર ક્રોસ કરી ટેન્કર સાથે...

માળીયા મીં.માં સર્જાયો વિચિત્ર અકસ્માત : ટ્રક ડિવાઇડર ક્રોસ કરી ટેન્કર સાથે અથડાતા ટેન્કરની કેબીન છુટી પડી બસ સાથે અથડાઈ

માળીયા મીં.માં એક અજીબો-ગરીબ અકસ્માત સર્જાયો છે. જેમાં પુરપાટ ઝડપે જઈ રહેલ ટ્રક ડિવાઈડર કૂદીને ટેન્કર સાથે અથડાતા ટેન્કરની કેબિન છૂટી પડીને એસટી બસ સાથે અથડાતા આરોપી ટ્રકનાં ડ્રાઇવરનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જયારે બસમાં નુકશાન પહોંચ્યું હતું.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, હોનેસ્ટ હોટલની આગળ મોરબીથી કચ્છ જતા હાઇવે પર ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં GJ-12-BW-6785 નંબરના ટ્રક ટેઇલરના ડ્રાઇવરે પોતાનું ટ્રક પુરપાટ ઝડપે ચલાવી રોડ પરની ડિવાઇડર પરની સેફ્ટી ઝારી તોડી રોંગ સાઇડમા આવી બસની આગળ જતા GJ-12-BX-0391નંબરના ટેન્કરની કેબીન સાથે ભટકાતા ટેન્કરની કેબીન છુટી પડી ગઈ હતી. અને તે પાછળથી આવી રહેલ GJ-18-Z-4814 નંબરની એસ.ટી. બસ સાથે ભટકાતા તેમાં નુકશાન થયું હતું. જયારે GJ-12-BX-0391 નંબરના ટેન્કરના ડ્રાઇવરને ગંભીર ઇજાઓ પહોચાડી હતી. તેમજ આરોપી GJ-12-BW-6785 નંબરના ટ્રકના ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જે સમગ્ર મામલે એસ.ટી ડ્રાઇવર દ્વારા માળીયા મીં. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!