વાંકાનેર નજીક ટોલનાકા પાસે ટ્રકે બાઇકને હડફેટે લેતા બાઈક સવાર યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું અને બાઇકમાં સવાર મહિલાને ઇજા પહોંચી. આ બનાવમાં પ્રાપ્ત થતી માહિતી મુજબ મૂળ બિહારના અને હાલ ઢુવા પાસે આવેલ લીવોન સીરામીક ની ઓરડીમા રહીને મજૂરી કામ કરતા હુશનારાબેન અબુલ્ભાઇ શેખ તથા સદામ ઇસ્લામ સેખ (ઉ.વ.૨૮) ગઈકાલે મોરબી વાંકાનેર નેશનલ હાઇવે રોડ વધાસીયા ટોલનાકા પાસેથી પોતાના બાઈક નં જીજે ૧૩- જેજે -૧૯૩૦ પર આગળ જતા હતા. ત્યારે ટ્ર્ક નં આરજે ૪૦ જીએ ૦૬૩૫ ના ચાલકે બાઇકને હડફેટે લઇ પછાડી દેતા સાહેદ સદામ ઇસ્લામ સેખને મોઢાના ભાગે છતીના ભાગે બન્ને હાથે ગંભીર ઇજા થતા તેનું મોત થયું હતું અને મહિલાને ઇજા પહોંચી હતી. આ બનાવમાં મહિલાએ વાંકાનેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા આગળની કાર્યવાહી હાથ ધરી છે.