પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ રાજસ્થાનના વતની હાલ મોરબીનાં મકનસર નજીક વેલોસીટી સિરામિકમાં રહીને મજુરી કરતા પીન્ટુબેન મણીભાઈ વિરાભાઈ બામણીયા (ઉ.વ.૧૯) નામની યુવતીએ લેબર રૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે મૃતક યુવતીને પ્રેમસંબંધ હોય અને બાબતની જાણ ઘરના સભ્યોને થતા યુવતીના લગ્નની વાત બીજે કરતા લાગી આવતા યુવતીએ આપઘાત કર્યાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.તાલુકા પોલીસે બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.