ટંકારાના આમરણ ગામે રહેતા યુવાને આરોપીની ભત્રીજીના મૈત્રી કરારના કાગળ પોલીસ મથકે પહોંચાડ્યાનો શક કરી યુવાન પર પાઇપ વડે હુમલો કરી મારી નાખવાની ધમકી આપતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.
આ અંગે જાણવા મળતી વિગત અનુસાર ટંકારા તાલુકાના ઓટાળા ગામે રહેતા બાબુ ઉર્ફે ઉપેન્દ્ર વીછોડીયાની ભત્રીજી રૂત્વીએ ઓટાળા ગામના રવિ સાથે મૈત્રી કરાર કરી જતી રહેલ હોય જેના કાગળો સાગરભાઇ મનસુખભાઇ સીપરીયા (ઉવ-૨૪ રહે. ઓટાળા)એ ટંકારા પોલીસ સ્ટેશન ખાતે પહોચાડેલ હોવાની શંકા રાખી આમરણ ડાયમંડનગર મેઇન બજાર ખાતે જાહેરમાં સાગરભાઇ ઉપર બાબુ ઉર્ફે ઉપેન્દ્રએ પાઇપ વડે હુમલો કર્યો હતો.
વધુમાં ઇલાબેન બાબુભાઇ ઉર્ફે ઉપેન્દ્રભાઇ વીછોડીયા અને જમનભાઇ શામજીભાઇ વિછોડીયા, જમનભાઇ શામજીભાઇ વિછોડીયાના પત્ની, જલ્પાબેન વિછોડીયાએ પણ ગાળો ભાંડી ઢીકા પાટુનો માર અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે સાગરભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.