Thursday, April 25, 2024
HomeGujaratધ્રાંગધ્રા શહેરના છેતરપિંડીના ગુન્હામાં સંડોવાયેલ શખ્સો હળવદમાંથી પકડાયા

ધ્રાંગધ્રા શહેરના છેતરપિંડીના ગુન્હામાં સંડોવાયેલ શખ્સો હળવદમાંથી પકડાયા

ધ્રાંગધ્રા શહેરમાં છેતરપિંડીના ગુન્હામાં સંડોવાયેલ આરોપીને હળવદ પોલીસે પકડી પાડી રૂપીયા ૧૨,૦૦,૦૦૦ નો મુદામાલ રિકવર કર્યો છે. હળવદ પોલીસ મથક વિસ્તારમાં સ્ટાફ પેટ્રોલીંગ કરી રહ્યો હતો આ વેળાએ પોલીસને ધ્રાંગધ્રાં સીટી છેતરપીંડી કરીને ભાગતા આરોપીનરણજીતસિંહ બળવંતસિંહ વાઘેલા, હુસેન અબ્દુલ શેખ, બાબુભાઇ હરસુલભાઇ નાગલા, અબ્દુલ ઇબ્રાહીમ જુગાડીયા અને ભરત નારણ કણઝરીયા (રહે- મોરબી)ની બાતમી મળી હતી.

- Advertisement -
- Advertisement -

જે ને પગલે પોલીસે હળવદ ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવતા આરોપીઓ આવ્યા હતા જેની પુછપરછ કરતા આરોપીઓએ છેતરપિંડીના ગુન્હાને અંજામ આપ્યો હોવાની કબૂલાત આપી હતી. જેને લઈને પોલીસે આરોપીઓને ઝડપી લઈ છેતરપીંડીમાં ગયેલ રોકડ રૂપીયા ૧૨,૦૦,૦૦૦ તથા વપરાયેલ ગાડી જેના રજી નં. GJ – 03 – HA 1985 સ્વીફ્ટ ગાડી જેના રજી.નં . GJ – 03 – BG – 9837 નો મુદામાલ રિકવર કરી આગળની કાર્યવાહી માટે ધાંગધ્રા સીટી પોલીસને સોંપ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!