મોરબી તાલુકાના રફાળીયા ગામેં કુદરતી હાજતે ગયેલી મહિલા પરત ફરતી હતી તે વેળાએ મહિલાની ઈજ્જત લૂંટવાનો એક શખ્સ દ્વારા પ્રયાસ કરાતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
મોરબી તાલુકાના રફાળિયા ગામેં આવેલ કલ્યાણ બોસ સેનેટરી વેર કારખાનામાં રહી મજૂરી કામ કરતી શ્રમિક મહિલા કુદરતી હાજતે જઈ પરત આવતી હતી તે વેળાએ વાંકાનેર તાલુકાના લુણસર રોડ ઉપર ટોલનાકા નજીક રહેતા મુના પલ્લુભાઇ ગીરવાલ નામના શખ્સે મહિલાને પકડી બાવળની ઝાડીમાં ઢસડી જઈ ઈજ્જત લૂંટવાનો પ્રયાસ કર્યો હતો.આ દરમિયાન મહિલાએ બચવાની કોશિશ કરતા આરોપી મુન્નાએ બળજબરીથી મોઢા ઉપર સાડી વડે ડૂમો દઈ ગળુ દબાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ત્યારબાદ બાવળની ઝાડીમાં ઢસડી ગયો હતો જ્યાંથી મહિલા માંડ બચીને ભાગી હતી જેની પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને દબોચી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.