Wednesday, December 25, 2024
HomeNewsBirthdayબરોડા ઝોન ના ડીસીપી અને એક સમયના મોરબી એસપી IPS કરનરાજ વાઘેલાનો...

બરોડા ઝોન ના ડીસીપી અને એક સમયના મોરબી એસપી IPS કરનરાજ વાઘેલાનો આજે જન્મદિવસ, ઠેર ઠેરથી શુભેચ્છાઓ નો ધોધ

મોરબી જિલ્લા પોલીસવડા તરીકે ફરજ બજાવી ગયેલા હાલ બરોડા ડીસીપી તરીકે ફરજ બજાવતા ડો. કરનરાજ વાઘેલાનો આજે જન્મદિવસ, ઠેર ઠેરથી શુભકમનાઓનો ધોધ

- Advertisement -
- Advertisement -

મોરબીના ભૂતપૂર્વ એસપી અને  હાલ વડોદરા DCP ઝોન03 તરીકે ફરજ બજાવતા  IPS ડો. કરનરાજ વાઘેલાનો 23 ડિસેમ્બર એટલે કે આજે જન્મ દિવસ છે. સ્વભાવે કોમળ, સ્પષ્ટ વક્તા અને કર્તવ્ય નિષ્ઠ અધિકારીની શાખ ધરાવતાં IPS ડો. કરનરાજ વાઘેલા પોતાનું બહોળું મિત્ર વર્તુળ ધરાવે છે. નિષ્ઠાપૂર્વક ફરજ નિભવવાની કળાથી તેઓ હરહમેંશા ખીલતા રહ્યાં છે તેમજ લોકોનું માન-સન્માન પ્રાપ્ત કરી રહ્યા છે.

2012માં IPS બન્યા બાદ તેઓએ ગાંધીનગર રાજકોટ ડીસીપી તરીકે ફરજ બજાવી હતી. બાદમાં વર્ષ 2017માં તેઓ મોરબી એસપી અને હાલ બરોડા ડીસીપી ઝોન 03 તરીકે નિયુક્ત થયા છે. તેઓની નિયુક્તિ બાદ અનેક ગુનાઓ ગણતરીની કલાકોમાં ડીટેકટ કર્યા છે. તેમજ દારૂના બુટલેગરો પર ધોસ જમાવી તેઓને ભોં ભીતર કરી દીધા છે. ફક્ત કાર્યક્ષેત્રમાં જ નહિ ડો કરનરાજ વાઘેલા એમબીબીએસ પણ છે અને જરૂર પડ્યે તેના મિત્રોને મદદરૂપ પણ થાય છે જેમાં પોતાનું સપનું IPS બનવાનું હોવાથી તેઓએ એમબીબીએસ પૂર્ણ કર્યા બાદ UPSCની તૈયારીઓ શરૂ કરી હતી.

તેઓ તેના નાના ભાઈને પણ સહયોગ આપે છે અને માતા પિતાની કાળજી રાખવાનું પણ ભૂલતા નથી તો બીજી બાજુ મોરબી પોલીસ પરિવાર માટે પણ તેઓની વિચારસરણી અત્યંત પ્રેમાળ રહી હતી. “મા મારે પણ માર ખાવા ન દે ” એ ઉક્તિ મુજબ જો કોઈ પોલીસ અધિકારી કેં પોલીસ કર્મી ભૂલ કરે તો તેને મોઢે સમજાવી દે છે પરંતુ પોલીસની પ્રતિષ્ઠા નીચી ન થવા દે. કોઈપણ તહેવાર હોય, પોલીસલાઈનમાં તેની ઉજવણી ન હોય તેવું ભાગ્યે જ બને અને ઉજવણી પણ એટલી શાનદાર હોય કે બહારથી પણ લોકો અન્ય કાર્યક્રમો મૂકી પોલીસ લાઈનના કાર્યક્રમમાં આવવા માટે આકર્ષા યા હતા તેમજ ડૉ. કરનરાજ વાઘેલા ખુદ પણ પોતાના પરિવાર સાથે આ કાર્યક્રમમાં ભાગ લેતા હતા અને તમામ મહેમાનોની આગતા સ્વાગતા કરી તમામ સ્થિતિઓને ધ્યાનમાં લઇ તથા યોગ્ય માર્ગદર્શન પૂરું પાડી અનોખી છબી ઉભી કરી હતી.

કોઈ પણ જગ્યાએ ગમે તેવી ગંભીર સ્થિતિને હેન્ડલ કરી લેવાની અનોખી સૂઝ બુઝ ધરાવતાં IPS. ડો. કરનરાજ વાઘેલા આજે 23 ડિસેમ્બરના 2020 રોજ ૪૦ વર્ષ પૂર્ણ કરી ૪૧ માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે ત્યારે જન્મદિવસ નિમિત્તે ઠેર ઠેરથી શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે.

હાલ તેઓ બરોડા ડિસીપી ઝોન 03 તરીકે ફરજ બજાવી રહ્યા છે ત્યારે બોગસ માર્કશીટ થી લઈને અનેક મોટા ગુનાઓના આરોપીઓને ભો ભીતર કરી અનોખીછબી ઉભી કરી છે ત્યારે ઠેર ઠેરથી તેઓને શુભેચ્છાઓ વરસી આગામી સમયમાં આજ રીતે પ્રગતિ કરતા રહે તેવી ઈશ્વર પાસે પ્રાર્થના કરી રહ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!