મોરબીમાંથી બાઈક ચોરીની સીલસીલો અટકવાનું નામ જ નથી લેતો. આજે ફરી મોરબીના શનાળા રોડ પરથી બાઈક ચોરાયાની પોલીસ ફરિયાદ ઉઠતા પોલીસે તપાસ હાથ ધરી છે.
મોરબી સીટી એ ડિવીઝન પોલીસ મથકેથી જાણવા મળતી વિગત અનુસાર મોરબીના શનાળા રોડ પાર આવેલ એ.યુ.સ્મોલ ફાઈનાન્સ બેંક વાળી શેરીમા કલ્પેશભાઈ ચમનભાઈ સનાવડા (ઉ.વ.૨૫ ધંધો પ્રા નોકરી રહે નવી પીપળી તા.જી.મોરબી)એ પોતાનું બાઈક પાર્ક કર્યું હતી. જે હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ મો.સા રજી નં.GJ-13-FF-1191 કિ રૂ ૨૦,૦૦૦ ને નિશાન બનાવી અજાણ્યો ઈસમ ત્યાંથી હંકારી ગયો હતો.આ અંગે બાઈકના માલિકને જાણ થતા તેઓએ આજુબાજુમાં તપાસ હાથ ધરી હતી. પરંતુ બાઇકની ક્યાંય ભાળ ન મળતા અંતે પોલીસ મથકમાં અજાણ્યાં શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે જેને પગલે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.