મોરબીના ધૂળકોટ ગામની સીમમાં વાડીએ ૧૫ વર્ષના તરુણ કોઈ કારણોસર ને ઝેરી દવા પી જતા તેને સારવાર માટે ખસેડવામાં આવતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે
પ્રાપ્ત વિગત અનુસાર મોરબી તાલુકાના ધૂળકોટ ગામે રહેતા હાબુભાઈ ભીલનો ૧૫ વર્ષનો દીકરો દિનેશ ધૂળકોટ ગામની સીમમાં અશોકભાઈ અરજણભાઈ વેગડની વાડીએ હોય દરમિયાન કોઈ કારણોસર ઝેરી દવા પી જતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ ફેલાયો છે તો બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી