Thursday, April 25, 2024
HomeGujaratવાંકાનેરના રાજાવડલા ગામે ધમધમતુ જુગારધામ ઝડપાયું: સાત ખેલંદા ચડયા પોલીસની ઝપટે

વાંકાનેરના રાજાવડલા ગામે ધમધમતુ જુગારધામ ઝડપાયું: સાત ખેલંદા ચડયા પોલીસની ઝપટે

વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામે ધમધમતા જુગાર ધામ પર પોલીસે રેઇડ પાડી મકાન મલિક સહિત પતા ટીંચતા સાત ખેલંદાઓને પકડી પડ્યા હતા.

- Advertisement -
- Advertisement -

આ અંગે વાંકાનેર સીટી પોલીસ મથકેથી જાણવા મળતી વિગત અનુસાર ઈસ્માઈલ મામદ માથકીયાના રહેણાક મકાનમાં જુગારનો પાટલો મંડાયો હોવાથી પોલીસ દોડી ગઈ હતી. જ્યા રેઇડ દરમીયાન ઈસ્માઈલ સહિત જુગાર રમતા જાવીદ ગુલામભાઈ શેખ, શાહબુદીનભાઈ અલાઉદ્દીનભાઈ કડીવાર, હનીફભાઈ ઉસ્માનભાઈ વડાવીયા, ઈર્શાદભાઈ મામદભાઈ કડીવાર, ઉસ્માનભાઈ મામદભાઈ કડીવાર, હુશેનભાઈ ઉસ્માનભાઈ વડાવીયાને પોલીસે પકડી લીધા હતા. જે તમામની તલાશી લેતા તમામ આરોપીઓ પાસેથી રોકડ રકમ રૂપિયા ૧૨૮૦૦નો મુદામાલ કબ્જે કરી જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!