ભાવનગર ઘરફોડ ચોરીના આરોપીને ભાવનગર પોલીસ દિલ્હીથી ગુજરાત લાવી રહી હતી આ દરમિયાન પોલીસની કારને રાજસ્થાનના ભાબરૂ થાણે વિસ્તારમાં ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. જેમાં ચાર પોલીસ જવાનો અને એક આરોપી સહિત પાંચના મોત નિપજતા ઉહાપોહ મચી જવા પામ્યો હતો. આ ઘટનાને પગલે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી શોક વ્યકત કર્યો હતો.
ભાવનગર ઘરફોડ ચારીની તપાસમાં પોલીસકર્મીઓ ગત તા.8 ના રોજ દિલ્હી ખાતે તપાસ અર્થે ગયા હતા અને રાત્રીના સમયે આરોપીને લઈને ગુજરાત આવી રહ્યા હતા આ દરમિયાન જયપુર પાસે ભાબરૂ નજીક પોલીસની કાર ઝાડ સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં ભાવનગર એસલીબીનાં ચાર પોલીસ જવાન ભીખુભાઈ બુકેરા, શક્તિસિંહ ગોહિલ, મનસુખ બાલધીયા, ઈરફાન આગવાન સહિત એક આરોપીનું મૃત્યુ થયું છે.
અકસ્માતની જાણ થતાં ત્યાંથી પસાર થતાં વાહન ચાલકો બચાવ કાર્ય કરવા માટે ઉભા રહ્યાં હતા અને સ્થાનિક પોલીસને બનાવ અંગે જાણ કરી હતી . બનાવની જાણ થતાં પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાને લઇને પોલીસબેડામાં શોકનો માહોલ છવાયો છે ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહીત અનેક રાજકીય નેતાઓએ શોક વ્યક્ત કર્યો છે.