Friday, March 29, 2024
HomeGujaratમાળીયા (મી.) : અપહરણ તથા ગેરકાયદેસર અટકાયત અને રાયોટીંગના બે ગંભીર ગુન્હાઓમાં...

માળીયા (મી.) : અપહરણ તથા ગેરકાયદેસર અટકાયત અને રાયોટીંગના બે ગંભીર ગુન્હાઓમાં ૨૪ વર્ષથી નાસતા ફરતા ચાર આરોપીઓ ઝડપાયા

મોરબી જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાની સુચના અને ડીવાયએસપી રાધિકા ભારાઇ તથા મોરબી સર્કલ પોલીસ ઇન્સ્પેકટર બી.જી.સરવૈયાના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડવાની ઝુંબેશના ભાગરૂપે માળીયા મી. પીએસઆઈ એન.એચ.ચુડાસમા તથા ટીમના માણસો સતત પ્રયત્નશીલ હતા જેમાં માળીયા મી. પો સ્ટે.ના અપહરણ તથા ગેરકાયદેસર અટકાયત અને ગેરકાયદેસર મંડળીના ગુનાઓ આચરી અને છેલ્લા ૨૪ વર્ષથી બન્ને ગુનામાં ચાર આરોપીઓ નાસતા ફરતા હતા જેથી આજરોજ આ બન્ને ગુનાના ચારેય નાસતા ફરતા આરોપીઓ તેના હળવદ ખાતેના સગાસંબધીના ઘરે આવેલ હોય અને ત્યાથી પરત રાજસ્થાન પાર્સીંગની બોલેરો ગાડીમાં રાજસ્થાન જવાના હોય તેવી ચોક્કસ બાતમી મળેલ હોય પોલીસે અણીયારી ટોલ નાકાથી હળવદ રોડ ઉપર જુદી જુદી ટીમો બનાવી વાહન ચેકીંગમાં હતા દરમ્યાન એક રાજસ્થાન પાર્સીંગની બોલેરો કાર આવતા તેને રોકી તેમા રહેલા પાંચેક ઇસમોને નામ સરનામાની ખરાઇ કરતા તેઓ ગુનામાં નાસતા ફરતા આરોપીઓ હોવાનું જાણવા મળતા પોલીસે કલારામ સુરતારામ કડવાસરા, નિમ્બારામ સુખારામ કડવાસરા, ગીરધારીરામ વિશનારામ કડવાસરા, રાવતારામ મુલારામ ગોદારા એમ ચાર ઈસમોની અટકાયત કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!