Saturday, May 18, 2024
HomeGujaratઅદેપરથી નવાગામ વચ્ચેના માર્ગથી પસાર થતા બાઈક ચાલકને અટકાવી આરોપીએ પાઈપના આડેધડ...

અદેપરથી નવાગામ વચ્ચેના માર્ગથી પસાર થતા બાઈક ચાલકને અટકાવી આરોપીએ પાઈપના આડેધડ ઘા ઝીંક્યા

મોરબી તાલુકાના અદેપરગામથી નવાગામને જોડતા માર્ગ પરથી પસાર થઈ રહેલા બાઈકચાલકને અટકાવી આરોપીએ જુના મનદુઃખનું વેર વળવા લોખંડના પાઇપ વડે હુમલો કર્યાની મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

અદેપરગામથી નવાગામ તરફ જતા રસ્તા પર આવેલ પુલ નજીકથી અદેપર ગામના મહેશભાઇ મોમૈયાભાઇ ખટાણા બાઈક લઈ પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન પંચાસિયા ગણે રહેત આરોપી નવઘણભાઇ કરશનભાઇ ગરચરે મહેશભાઈને અટકાવી અગાઉ થયેલ ઝઘડોનો ખાર રાખી ગાળો આપી માથાકુટ કરી હતી. ત્યારબાદ મામલો બીચકાતા મહેશભાઈ કાઈ સમજે તે પહેલાં અરોપીએ લોખંડના પાઇપ વડે હુમલો કરી કોણી અને પગે ફેક્ચર સહિતની ઇજા પહોંચાડી હતી. આ ઉપરાંત મારી નાખવાની ધમકી આપતા મહેશભાઇ મોમૈયાભાઇ ખટાણા આરોપી નવઘણભાઇ કરશનભાઇ ગરચર સામે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. જેને પગલે પોલીસે આરોપીને ઝડપી લેવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!