Saturday, May 18, 2024
HomeGujaratપાણીના ટેન્કરમાંથી દારૂ ઝડપાયો!:મોરબીના માનસર ગામની સીમમાં ટ્રેકટર સાથે જોડેલ પાણીના ટેન્કરમાંથી...

પાણીના ટેન્કરમાંથી દારૂ ઝડપાયો!:મોરબીના માનસર ગામની સીમમાં ટ્રેકટર સાથે જોડેલ પાણીના ટેન્કરમાંથી લાખોનો દારૂનો જથ્થો પકડાયો

મોરબી તાલુકા વિસ્તારનાં માનસર ગામની સીમ નજીક ટ્રેકટર સાથે જોડેલ પાણીના ટેન્કરમાં છુપાવેલા લાખોની કિંમતનો ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

- Advertisement -
- Advertisement -

આ અંગે મળતી માહિતી મુજબ માનસર ગામની સીમ નારણકા રોડ પાસે આવેલ સુરાપુરા દાદાના મંદિર નજીક ખુલ્લી જગ્યામાં ટ્રેકટર સાથે જોડેલ પાણીના ટેન્કરમાં દારૂનો જથ્થો છુપાવીને રાખ્યો હોવાની બાતમી મોરબી તાલુકા પોલીસને મળી હોઈ ત્યારે બાતમીને આધારે હકીકત વાળી જગ્યા પર પોલીસ દ્વારા રેઇડ કરવામાં આવી હતી. ત્યારે સ્થળ પરથી દારૂની બોટલ ભરેલ ટેન્કર મળી આવેલ હતું. ત્યારે તપાસ કરતા ટેન્કર માંથી અલગ અલગ બ્રાંડની વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. ત્યારે ટેન્કર માંથી અલગ અલગ બ્રાન્ડની દારૂની ૨૪૦ નંગ બોટલ તેમજ ૭૪૪ નંગ બિયરના ટીન મળી આવ્યા હતા જેની કિંમત આશરે રૂપિયા ૨,૦૪,૯૬૦/- ગણી કબ્જે કરવામાં આવી છે. ઉપરાંત ગુન્હામાં વપરાયેલ મહિન્દ્રા કંપનીનું ટ્રેકટર કી.રૂ.૫,૦૦,૦૦૦/- તથા ટ્રેકટર સાથે જોડવામાં આવેલ પાણી નું ટેન્કર કી.રૂ.૫૦,૦૦૦/- સાથે કુલ ૭,૫૪,૯૬૦/- રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. ત્યારે પોલીસ દ્વારા ટ્રેકટર ચાલક વિરૂધ્ધ ગુન્હો નોંધી તેને પકડી પાડવા માટે તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!