પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે તા. ૫નાં રોજ માળિયા (મી.) પોલીસ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન માળિયા તાલુકાના કુંભારિયા ગામના ઝાપા પાસે જાહેરમાં વર્લી ફીચરના આંકડા આધારિત જુગાર રમતાં વિક્રમભાઈ પ્રેમજીભાઈ પંચાસરાને રોકડ રકમ રૂ.૨૪૦૦/- સાથે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.