મોરબી ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ પી.સી.જોશી સાહેબની પોરબંદર મુકામે બદલી થયેલ હોય અને તેમના સ્થાને દેવધરા સાહેબે ચાર્જ સંભાળતા મોરબી બાર એસો. દ્વારા નવા નીમાયેલા ડીસ્ટ્રીકટ જજ શ્રી દેવધરા સાહેબની વેલકમ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું.
મોરબી કોર્ટ ખાતે નવા પાલનપુરથી બદલી થઈને આવેલા ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ દેવધરા સાહેબનું મોરબી બાર એસોના પ્રમુખ દિલીપભાઈ અગેચણીયા તથા તમામ હોદેદારો દ્વારા વેલકમ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું જે પ્રસંગે બાર એસો પ્રમુખે વેલકમ સ્પીચ આપી હતી અને એડી. ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ મહીડા સાહેબ, બુદ્ધ સાહેબ, જાડેજા સાહેબ અને ફેમીલી જજ તેમજ ગઢવી સાહેબ દ્વારા પ્રસંગને અનુરૂપ સંબોધન કરવામાં આવ્યું હતું. જીલ્લા સરકારી વકીલ જાની સાહેબ તથા સંજયભાઈ દવે દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી. આ પ્રસંગે બાર એસો પ્રમુખ દિલીપભાઈ અગેચણીયા, ઉપપ્રમુખ ટી બી જોષી, સેક્રેટરી વિજય શેરશીયા, જોઈન્ટ સેક્રેટરી ઉદયસિંહ જાડેજા, સહિતના હોદેદારો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.