પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના શીવનગર (પંચાસર) ગામે રહેતા હીરાલાલ ગણેશભાઇ નેસડીયા (ઉ.વ.૫૯) એ આરોપીઓ સુનીલભાઈ અમરસીભાઈ વરાણીયા, નવઘણભાઈ અમરસીભાઈ વરાણીયા તથા ભવાનભાઇ મંગાભાઇ વેસરા સામે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) કાયદા હેઠળ ફરિયાદ નોંધાવી હતી કે, આજથી દોઢેક વર્ષ પહેલા કોઇપણ સમયેથી આજદીન સુધી આરોપીઓએ ફરીયાદીની માલીકીની લક્ષ્મીનગર કો.ઓ.હા. સોસાયટી પ્લોટ નં.૧ ઉપર બ્લોક નં.૨૧ વાળા પ્લોટ ઉપર ગેરકાયદેસર કબ્જો કરી વપરાશ કરી જમીન પચાવી પાડી હતી. મોરબી સીટી બી ડીવીઝન પોલીસે બનાવની ફરિયાદ નોંધી આરોપીઓની અટકાયત કરીને આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.