મોરબી જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાના માર્ગદર્શન હેઠળ એલસીબી મોરબીનાં પીઆઈ વી.બી.જાડેજાને જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબી દ્વારા ઇશ્યુ થયેલ પાસા વોરંટની બજવણી કરવા જરૂરી સુચના આપતા તેઓએ એલસીબી મોરબીનાં પીએસઆઈ એન.બી.ડાભીને જરૂરી માર્ગદર્શન આપતા જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબીના પાસા હુકમ અન્વયે આરોપી વસંતભાઇ કાનજીભાઇ વાણીયા (ઉ.વ.૪૪, રહે. પીપળી તા. પાટડી જી. સુરેન્દ્રનગર) વાળો ઇંગ્લીશદારૂના ગુન્હામાં સંડોવાયેલ હોય જેને આજરોજ પાસા એકટ તળે ડીટેઇન કરી લાજપોર, મધ્યસ્થ જેલ સુરત હવાલે કરવામાં આવેલ છે.