નાની વાવડી ના મફતિયા પરામાં રહેતી પરણીતાએ ગઈકાલે આત્મહત્યા કરી હતી જેમાં પરણીતાના પિતાએ તેના પતિ,સાસુ,સસરા તથા નણંદ વિરુદ્ધ મરવા માટે મજબૂર કર્યું હોવાની ફરિયાદ નોંધાવી
મોરબીના નાની વાવડી ગમે મફતિયા પરામાં રહેતા ભારતીબેન મગનભાઈ મકવાણા ઉ.વ.24 પોતાના ઘરે ગળે ફાસો ખાઈ આત્મ હત્યા કરતી હતી.જેમાં પરણીતા ભારતીબેનના પિતા બચુભાઈ જીણાભાઈ જાદવ રહે.પાલનપુર પાટિયા જકાત નાકા પાસે સુરત વાળાએ તેની દીકરીને તેના પતિ(જમાઈ) મગનભાઇ ધનાભાઈ મકવાણા,સાસુ જસૂબેન ધનાભાઈ મકવાણા,સસરા ધાનભાઈ મકવાણા,નણંદ હેતલબેન ધનાભાઇ મકવાણા દ્વારા મેળા ટોળાં મારી દહેજની માંગણી કરી શારીરિક માનસિક ત્રાસ આપી હેરાન કરવામાં આવતી હતી જેના લીધે તેની દીકરી ભારતીએ આત્મહત્યા કરી છે ત્યારે મોરબી તાલુકા પોલીસે મૃતક પરણીતાના પિતાની સાસરિયાં પક્ષ વિરુદ્ધ મરવા માટે મજબૂર કરીયા હોવાની પોલીસ ફરિયાદ નોંધી જેના પોલીસના પ્રાથમિક તપાસે પરણીતા ભારતીબેનના લગ્ન મગનભાઇ સાથે થયા હોવાની 6 માસ પૂર્વે જ થયા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે