મોરબીમાં ગત મોડી રાત્રીના મોરબી રાજકોટ હાઇવે પર સનાળા બાયપાસ નજીક આવેલ ઝાયકા હોટલ પાસેથી અજાણ્યા યુવક બેભાન હાલતમાં મળી આવ્યો હતો જેને સારવાર અર્થે મોરબી સરકારી હોસ્પીટલમાં લઈ જવામાં આવતા હાજર ડોકટોરોએ મૃત જાહેર કર્યો હતો જેમાં પી.એમ. રિપોર્ટમાં આ વ્યક્તિનું મોત જેરી પદાર્થ પીવાથી થયું હોવાનું બહાર આવતા મોરબી સીટી એ ડિવિસનના સનાળા વિસ્તારના ઇન્ચાર્જ જમાદાર નારણભાઇ છૈયાએ બનાવની નોંધ કરી મૃતક વ્યક્તિની ઓડખ કરવા અને પરિવારની શોધ ખોળ કરવા કવાયત હાથ ધરી છે.