મોરબીમા નિર્માણધીન એરપોર્ટ માટેની કામગીરી તેજ બની રહી છે.જેના ભાગરૂપે આજે દિલ્હીની ટિમ દ્વારા મોરબી ખાતેની એરપોર્ટની જગ્યાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. મોરબી કલેક્ટર દ્વારા એરપોર્ટ માટે અગાઉ 90 એકર જેટલી જમીનની ફાળવણી કરવામાં આવી છે જે નું આજે દિલ્હીની ટીમે મુલાકાત લઈ કઈ જગ્યા એ રનવે બનશે? કઈ જગ્યાએ એરપોર્ટની ઓફિસ બનશે તે સહિતની તમામ બાબતો અંગે ચર્ચા વિચારણા કરી નક્કી કરવા અંગે જગ્યાની મુલાકાત કરાઈ હતી.