Thursday, March 28, 2024
HomeGujaratવાંકાનેરમાં જાહેરમાં જુગાર રમતા નવ પત્તા પ્રેમીઓ ઝડપાયા

વાંકાનેરમાં જાહેરમાં જુગાર રમતા નવ પત્તા પ્રેમીઓ ઝડપાયા

વાંકાનેરમાં આવેલ હસનપર શકતિપરામાં ફલોરમીલની બાજુ જાહેર રસ્તા ઉપર જુગાર રમતા નવ પત્તા પ્રેમીઓને પોલીસે રંગે હાથ ઝડપી પાડયા હતા.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

વાંકાનેરમાં હસનપર શકતિપરામાં હકુભાઈના ફલોરમીલની બાજુમાં જુગારનો પાટલો મંડાયો હોવાની જાણ થઇ હતી જેને લઈને પોલીસને બાતમીના આધારે રેડ પાડતા નવ પત્તા પ્રેમીઓ જુગાર રમતા ઝડપાયા હતા.પોલીસે જુગાર રમતા ઓસમાણભાઈ ખમીશાભાઈ દલ, નટુભાઈ રવજીભાઈ રાતડીયા, પ્રભુભાઈ શામજીભાઈ કુંવરીયા, જાનમંહમદ આદમભાઈ દલ, રસીદભાઈ ઈબ્રાહીમભાઈ ચાવડા, અશોકભાઈ પ્રવિણભાઈ મેસરીયા, મનસુખભાઈ ભવનભાઈ મકવાણા, ઘનશ્યામભાઈ રામજીભાઈ બાબરીય, રમેશભાઈ સુરાભાઈ બાબરીયાને જુગાર રમતા ઝડપી પાડયા હતા.પોલીસે નવ જુગારીઓની અટકાયત કરી રૂ.૫૪૧૦ નો મુદામાલ કબ્જે કરી કાર્યવાહી કરી હતી અને જુગાર ધારા કલમ ૧૨ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!