Sunday, April 28, 2024
HomeGujaratવાંકાનેરમાં અગાઉના ઝઘડાનો ખાર રાખી નવ ઈસમોએ પાઇપ, લાકડી વડે હુમલો કર્યો

વાંકાનેરમાં અગાઉના ઝઘડાનો ખાર રાખી નવ ઈસમોએ પાઇપ, લાકડી વડે હુમલો કર્યો

વાંકાનેરમા આવેલ બસ સ્ટેન્ડ સામે અગાઉનો ઝઘડાનો ખાર રાખી નવ શખ્સોએ બે યુવાનને માર માર્યો હોવાનો મામલો પોલીસ મથકે પહોંચ્યો છે જેને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

આ કેસની વાંકાનેર પોલીસ મથકે જાકીરહુશેન મોસીનભાઇ બ્લોચ (ઉ.વ.૪૫ ધંધો.વેપાર રહે.વાંકાનેર લક્ષ્મીપરા શેરી નં.૦૩ જી.મોરબી) નોંધાવેલ ફરિયાદ અનુસાર સબીરભાઇ કાસમભાઇ બ્લોચને  અગાઉ ગાળો ભાંડી માર માર્યો હતો. આ બાબતનો રોષ રાખી આરોપી વિશાલભાઇ ગાડુભાઇ ડાભી, કુલદીપભાઇ ગાંડુભાઇ ડાભી, જયદિપભાઇ ગાંડુભાઇ ડાભી, ગાંડુભાઇ રવજીભાઇ ડાભી,મનદિપભાઇ ગાંડુભાઇ ડાભી, ચંદુભાઇ નાજાભાઇ ભરવાડ, કાલુ પાણીપુરી વાળો, રોકી તથા કાલુનોભાઇ સોનુ (રહે.બધા વાંકાનેર)એ લોખંડના પાઇપ તથા લાકડીઓ વડે જાકીરહુશેન અને ગફાર હાસમભાઇ કાબરા (ઉ.વ..૪૮)ને પાઈપ વતી હુમલો કરી માથામા ઘા ઝીંકી દીધો હતો. આ ઉપરાંત તમામ આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!