હળવદ ખાતે આવેલ મંગલમ વિદ્યાલયમાં એસ.એસ.સી પરીક્ષા કેન્દ્રમાં માત્ર એક જ વિદ્યાર્થીની બોર્ડની પરીક્ષા લેવામાં આવી હતી. મંગલમ વિદ્યાલયમાં આજે ધોરણ 10ની પરીક્ષા નું ઇંગ્લીશ મીડીયમનું ગુજરાતી વિષયનું પેપર હતું જેમાં એક જ બ્લોકમાં એક વિદ્યાર્થીએ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી હતી. અને વહીવટી તંત્ર ધ્વારા એક વિદ્યાર્થી માટે ૧૨ કર્મચારીઓનો સ્ટાફ ખડે પગે રહ્યો હતો. વધુમા પોલીસ તંત્ર દ્વારા પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. તેમ મંગલમ્ વિધાલયના સ્થળ સંચાલક એચ.એમ.પટેલે જણાવ્યું હતું