જંગલેશ્વર મહાદેવ મંદિર પાસે બી ડિવિઝન પોલીસની રેઇડ: રૂ.૧૨,૮૦૦/- રોકડા કબજે
મોરબી-૨ ભડીયાદ રોડ પર જંગલેશ્વર મહાદેવ મંદિર પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા છ શખ્સોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા હતા. આ સાથે પોલીસે સ્થળ પરથી જુગાર રમતા ત્રિલોકસિંહ દર્શનસિંહ સેંગર ઉવ.૪૨, રુસ્તમસિંહ મહેશપ્રતાપસિંહ સેંગર ઉવ.૩૨, દિલીપભાઈ બચ્ચનભાઈ પાંડે ઉવ.૨૭ અને બીટુસિંહ નાથુરામ ચૌહાણ ઉવ.૨૫ ચારેય રહે. યમુનાનગર-૨ નવલખી રોડ મોરબી તેમજ સતીશસિંહ સુરેન્દ્રસિંહ ભદોરિયા ઉવ.૩૭ રહે. મારુતિ પાર્ક વાવડી રોડ મોરબી તથા પ્રહલાદસિંહ જનકસિંહ બઘેર ઉવ.૩૨ રહે. લાયન્સનગર નવલખી રોડ મોરબી વાળાને રોકડા રૂ.૧૨,૮૦૦/- સહિતના મુદ્દામાલ સાથે અટકાયત કરી પોલીસે તમામ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






